ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ 2022, ક્વિઝ રમો અને જીતો 25 કરોડના ઈનામો

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ 2022, ક્વિઝ રમો અને જીતો 25 કરોડના ઈનામો

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ 2022, ક્વિઝ રમો અને જીતો 25 કરોડના ઈનામો
Thursday, July 7, 2022

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ 2022, ક્વિઝ રમો અને જીતો 25 કરોડના ઈનામો

 ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે.

આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે? (G3Q)

આઝાદીના ૭૫મા વર્ષ નિમિતે આખા દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” યોજાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ” એટલે કે G3Q નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આ ક્વિઝ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. માનનિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ 7 જુલાઈએ સાયન્સ સીટી અમદાવાદ ખાતેથી આ સ્પર્ધાનો શુભારંભ કરશે. આ સ્પર્ધા ૭૫ દિવસો સુધી ચાલશે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ગુજરાતના 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને ભણતા નથી તેવા લોકો ભાગ લેશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું માળખું

આ ક્વિઝ સ્પર્ધામાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, તેના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નો પૂછવામાં આવશે. આ સ્પર્ધા માટે દરરોજ 250 જેટલી ડિજિટલ પ્રશ્ન પુસ્તિકાઓ PDF સ્વરૂપે આપવામાં આવશે.

  • ક્વિઝ નો સમય : દર અઠવાડિયે રવિવાર થી શુક્રવાર સુધી ક્વિઝ નું આયોજન કરવામાં આવશે, જ્યારે શનિવારે વિજેતા જાહેર કરવામાં આવશે.
  • 7 જુલાઈ 2022 થી 75 દિવસ સુધી આ રીતે ક્વિઝ નું ઓનલાઈન આયોજન થશે.
  • ક્વિઝમાં 20 પ્રશ્નો પૂછવામાં આવશે જેના માટે 20 મિનિટનો સમય હશે.
  • દરેક સાચા જવાબ માટે 1 ગુણ મળશે, જ્યારે ખોટા જવાબ માટે 0.33 ગુણ માઈન્સ થશે.
  • ક્વિઝ ના સ્પર્ધકો નું મેરીટ ગુણ અને તેમણે લીધેલ સમય પરથી નક્કી કરવામાં આવશે. સૌથી ઓછા સમયમાં સૌથી વધુ ગુણ મેળવનાર પ્રથમ ક્રમે રહેશે.
  • આ ક્વિઝ g3q.co.in વેબસાઈટ પર આયોજિત કરવામાં આવશે, જેથી Android, iphone, કમ્પ્યૂટર, લેપટોપ કે ઇન્ટરનેટ ચલાવી શકાય તેવા બધા જ સાધનો દ્વારા ભાગ લઈ શકાશે.

G3Q ના તબક્કા

આ ક્વિઝ સ્પર્ધાનું ત્રણ તબક્કામાં આયોજન કરવામાં આવશે.

  1. પ્રથમ તબક્કામાં શાળા અને કોલેજોમાંથી તાલુકા કે વોર્ડ કક્ષાએ ક્વિઝ નું આયોજન કરવામાં આવશે.
  2. બીજા તબક્કામાં તાલુકા કે વોર્ડ કક્ષાએ વિજેતાઓ ની જિલ્લા કે મહાનગર પાલિકા કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
  3. ત્રીજા તબક્કામાં જિલ્લા કે મહાનગર પાલિકા કક્ષાએ વિજેતાઓ ની રાજ્ય કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ?

આ ક્વિઝ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:

  • સૌપ્રથમ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ની ઓફીસિયલ વેબસાઈટ પર જાઓ : g3q.co.in 
  • ત્યારબાદ પેજમાં નીચે જશો એટલે રજીસ્ટ્રેશન કરવાનુ ફોર્મ આવશે.
  • આ ફોર્મમાં વિધાર્થીનું નામ, જાતિ, મોબાઈલ નંબર, સરનામું, શાળા/કોલેજ વગેરે માહિતી ભરો.
  • પછી કઈ ભાષામાં ક્વિઝ આપવા માંગો છો તે પસંદ કરો. અને ખાનામાં લખેલ કેપચા કોડ લખો.
  • હવે, Save બટન પર ક્લિક કરો જેથી તમારા નંબર પર OTP આવશે.
  • OTP નાખી Confirm પર ક્લિક કરશો એટલે તમારૂ રજીસ્ટ્રેશન થઈ જશે.
  • તમારા ID અને Password તમને SMS દ્વારા મળી જશે, જે નાખીને તમે Login કરી શકશો.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ના ઈનામો

તાલુકા કક્ષાએ ક્વિઝના ઈનામ (અઠવાડિયા દીઠ) :

શાળા કક્ષાના ઈનામ
વિજેતા ક્રમઈનામની રકમવિજેતાની સંખ્યા
પ્રથમ₹ 2,1001
દ્વિતીય₹ 1,5004
તૃતીય₹ 1,0005
કોલેજ કક્ષાના ઈનામ
પ્રથમ₹ 3,1001
દ્વિતીય₹ 2,1004
તૃતીય₹ 1,5005
શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ
વિજેતા ક્રમઈનામની રકમવિજેતાની સંખ્યા
પ્રથમ₹ 1,00,0001
દ્વિતીય₹ 75,0001
તૃતીય₹ 50,0001
કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામ
પ્રથમ₹ 2,00,0001
દ્વિતીય₹ 1,25,0001
તૃતીય₹ 75,0001
  • તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ વિભાગના કુલ વિજેતાઓમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા ની પસંદગી માટે સતત ૭૫ દિવસ બાદ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષા એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવશે અને તેમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી કરવામાં આવશે.
  • તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ દરેક વિજેતાને પરીવારના ૪ સદસ્યો સાથે એક વર્ષના સમયગાળામાં એક વખત નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.
  • ક્વિઝના તમામે તમામ સ્પર્ધકોને એક વર્ષના સમયગાળા દરમિયાન (૧ + ૧) એમ બે વ્યક્તિ માટે નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.

જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાની ક્વિઝના ઈનામ:

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ
વિજેતા ક્રમઈનામની રકમવિજેતાની સંખ્યા
પ્રથમ₹ 2,00,0001
દ્વિતીય₹ 1,25,0001
તૃતીય₹ 75,0001
કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામ
પ્રથમ₹ 3,00,0001
દ્વિતીય₹ 2,00,0001
તૃતીય₹ 1,00,0001
  • જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા વિદ્યાર્થીઓ શક્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે. આ વિજેતાઓ બે દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.
  • જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાના શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગનાં દસ + દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

રાજ્ય કક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝના ઈનામ:

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ
વિજેતા ક્રમઈનામની રકમવિજેતાની સંખ્યા
પ્રથમ₹ 3,00,0001
દ્વિતીય₹ 2,00,0001
તૃતીય₹ 1,00,0001
કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામ
પ્રથમ₹ 5,00,0001
દ્વિતીય₹ 3,00,0001
તૃતીય₹ 1,50,0001
  • જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે.
  • આ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ૭પ શાળા કક્ષાના અને ૭પ કોલેજ કક્ષાના એમ કુલ ૧૫૦ વિજેતા જાહેર કરવામાં આવી. રાજ્ય કક્ષાના ૧૫૦ વિજેતાઓને ત્રણ દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.

અન્ય કક્ષાના સ્પર્ધકો માટે ક્વિઝના ઈનામ:

  • સતત ૭૫ દિવસ ચાલનારી ક્વિઝમાં ભાગ લીધેલ સ્પર્ધકોમાંથી કુલ ૭૫ વિજેતાઓ જાહેર કરવામાં આવશે. 
  • ક્વિઝની અન્ય કક્ષાના આ ૭૫ વિજેતાઓ ૦૨ દિવસની પરિવારના કુલ ૦૪ સદસ્યો સાથેની ટુર (પતિ-પત્ની ૨ બાળકો એમ કુલ ૦૪ ખથવા તો કુટુંબના કોઈપણ ૦૪ સભ્યો) ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.
  • આ ઉપરાંત તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ), જિલ્લા-મહાનગરપાલિકા અને રાજ્ય કક્ષાની ક્વિઝના સ્પર્ધકોને તમામ સ્પર્ધકો અને વિજેતાઓને ગુજરાત સરકાર લેવલે ડીઝીટલ પ્રમાણપત્ર
  • જે-તે શાળા કે કોલેજ-યુનિવર્સીટીમાં સૌથી વધારે ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા કે કોલેજ-યુનિવર્સીટીને પ્રશસ્તિપત્ર (કોલેજ શાળાના કુલ વિદ્યાર્થીઓના ટકાવારી મુજબ)

પ્રેસ નોટ:અહી ક્લિક કરો 
ઓફિસિયલ પરિપત્ર:અહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન:અહીં ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટ:https://g3q.co.in/
Seorang yang lebih suka menyendiri dan tidak suka di keramaian, walaupun dunia ini luas tapi sendiri lebih nyaman.
  • Facebook
  • WhatsApp
  • Instagram
  • 0 Response to "ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ 2022, ક્વિઝ રમો અને જીતો 25 કરોડના ઈનામો"

    Post a Comment

    Iklan Atas Artikel

    Iklan Tengah Artikel 1

    Iklan Tengah Artikel 2

    Iklan Bawah Artikel